Wednesday, July 13, 2011

State anthem of Gondal by Vihari

ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયું ગોકુળ,-નંદનવન
વૃંદાવન શાં ગામડા ગુંજે, સંસ્કારે સોહાય,
ગોંદરે ગોંદરે શારદા મંદિર બાલવૃંદ વિલસાય.
સારાયે સૌરાષ્ટ્રનું અંતર, ઇશ્વરે આ નિર્મેલ,
નીર નિરંતર વહે અખંડિત, ગોરસ રસની રેલ.
કૃષ્ણકૃપા છે કણ કણસલે મઘુવન મીઠાં વૃક્ષ,
કુંજ નિકુંજ શાં ખેતર વાડી સુંવાળાં સુરક્ષ.
રિદ્ધિ સિદ્ધિ શ્રી ભગવતની સુખ-શાંતિનાં રાજ્ય,
પશુ પંખીજન ઝાડને પણ જ્યાં અભયનાં સામ્રાજ્ય

No comments:

Post a Comment